Text Practice Mode
GUJARATI TYPING TEST - B.K,THAKOR
created Jan 21st 2020, 12:05 by Ashish Gondaliya
0
183 words
0 completed
0
Rating visible after 3 or more votes
saving score / loading statistics ...
00:00
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નુ બિરુદ પામનાર, ગાંધીયુગની વિચારપ્રધાન કવિતાના પ્રણેતા અને ગુજરાતી સોનેટના પિતા ગણાતા બલવંતરાય કલ્યાણરાય ઠાકોરનો જન્મ ભરુચમાં થયો હતો. પુણે, અજમેર વગેરે સ્થળોએ ઇતિહાસનાં પ્રાધ્યાપક તરીકે એમણે સેવા આપી હતી.
વિલક્ષણ કવિ અને સમર્થ વિવેચક તરીકે બલવંતરાયે ગુજરાતી સાહિત્યની મોટી સેવા કરી છે.
કવિતામાં વિચાર અને ચિંતનનાં તત્ત્વનો એમણે હંમેશા આગ્રહ રાખ્યો હતો, આમ છતાં કવિતામાં ઊર્મિતત્ત્વનું મહત્ત્વ પણ એમણે અવશ્ય સ્વીકારેલું. ‘પોચટ કવિતા’ના તેઓ જબરા વિરોધી હતા. એમણે તો ચિંતનથી સભર, ઊર્મિથી પ્રાણિત અને કલ્પનાથી ચમત્કૃત કાવ્યો પ્રતિ જ આદર હતો. કાવ્યમાં અર્થઘટનતાને મહત્વ આપતા ‘પૃથ્વી’ છંદને પણ તેમણે જ પ્રચલિર કર્યો. વિચારપ્રધાન સાહિત્યમાં એને પ્રતિષ્ઠિત કર્યું. ‘ભણકાર’ એમનો કાવ્યસંગ્રહ છે. ‘મ્હારા સોનેટ’ એ બ.ક.ઠાકોરનાં સોનેટોનું ઉમાશંકર જોશીએ કરેલુ સંપાદન છે.
એક ઉત્તમ ગદ્યકાર તરીકે એમનું આપણા સાહિત્યમાં મહત્વનું સ્થાન છે. ‘નવી કવિતા’ વિશે વ્યાખ્યાનો, ‘વિવિધ વ્યાખ્યાનો : ભાગ – ૧, ૨, ૩ વગેરે એમનો ગદ્યકાર તરીકેનો પરિચય આપે છે. તેમણે નાટક, વાર્તા, જીવનચરિત્ર વગેરે પણ આપ્યા છે. ઇતિહાસ, રોજનીશી, નિબંધ, સંપાદનો વગેરે વિવિધ ક્ષેત્રે પણ તેમનુ મૂલ્યવાન પ્રદાન છે. ‘કવિતા શિક્ષણ’ અને ‘આપણી કવિતા સમૃદ્ધિ’ (સંપાદન) વગેરે જેવા ગ્રંથો દ્વારા એમણે કવિતા શિક્ષક તરીકે મૂલ્યવાન સેવા આપી છે.