Text Practice Mode
કિશંસિંહ ચાવડા
created Jul 17th 2024, 08:40 by Ashish Gondaliya
0
161 words
            1 completed
        
	
	0
	
	Rating visible after 3 or more votes	
	
		
		
			
				
					
				
					
					
						
                        					
				
			
			
				
			
			
	
		
		
		
		
		
	
	
		
		
		
		
		
	
            
            
            
            
			 saving score / loading statistics ...
 saving score / loading statistics ...
			
				
	
    00:00
				નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા 'જિપ્સી' નો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ સુરત જિલ્લાના સચીન પાસેના ભાંજ ગામના હતા. તેમણે વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ - અમદાવાદ તેમજ શાંતિનિકેતન-કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઇની ફેલોશિપ હાઇસ્કુલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી. વડોદરામાં 'સાધના મુદ્રણાલય' ની સ્થાપના કરી. પાછળથી અલમોડા પાસેના મિરતોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. જીવનશ્રદ્ધા અને જીવનમાંગલ્યની ભૂમીકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું ગદ્ય, ગુજરાતી ગદ્યસાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. 'રેખાચિત્ર', 'સંસ્મરણ', અને 'આત્મકથા' ના ત્રિવિધ સ્તરને સ્પર્શતા 'અમાસના તારા' પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનનાં અનુભવોનું વિધાયક બળ છે. 'જિપ્સીની આંખે' માં સંસ્મણોનો સુચારુ આલેખ છે. 'તારામૈત્રક' અંગત ચરિત્રરેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. 'સમુદ્રના દ્વીપ' જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. 'અમાસથી પૂનમ ભણી' માં આધ્યાત્મિક લેખો છે. તેમણે 'ધરતી પુત્રી' નવલકથા તેમજ 'કુમકુમ' અને 'શર્વરી' વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. 'હિન્દી સાહિત્યનો ઇતિહાસ' અને 'કબીર સંપ્રદાય' એમના અભ્યાસગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમને નર્મદ સુવર્ણચંંદ્રક પ્રાપ્ત થયો હતો. 
			
			
	         saving score / loading statistics ...
 saving score / loading statistics ...